Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્પર્ષનો_સંબંધ
ભણવાનું પુરું કરીને અદિતિ મહિલા વકીલ મીના સહાયની મદદનીશ તરીકે ગોઠવાઈ ગઈ.. અને એની મહિલા જાગૃતિ ચળવળમાં પણ ભાગ લેવા લાગી..
જ્યારે વિશ્વા માનસશાસ્ત્રમાં સ્નાતક થઈ , ને પરણીને ગૃહિણી બની ગઈ.. છતાં એ બન્ને બેનપણીઓ ક્યારેક ક્યારેક મળતી રહેતી..
એક દિવસ બપોર બાદ અદિતિ વિશ્વાને ઘરે ગઈ..
" વિશ્વા , આજે અમારી સંસ્થાએ એક મહિલાહાટ રાખ્યો છે.. મહિલાઓએ બનાવેલી ઘણી ચીજ વસ્તુ જોવા મળશે.. હું તને લેવા આવી છું..”
વિશ્વાએ સાસુને પુછ્યું.. એ બોલ્યા.. " મુન્નો જાગશે તો રડશે.. ભુખ્યો થશે તો હું શું કરીશ..?”
" હું એનું પેટ ભરાવીને જાઉં છું.. બહુ વાર નહીં લગાડું.. જલ્દી પાછી આવી જઈશ.. મમ્મી , જવા દોને..”
" તો જા.. પણ બહુ મોડું ના કરતી..”
વિશ્વા તૈયાર થઈને આવી.. સાસુ સામે હસીને હાથ ધર્યો.. સાસુએ થોડી નોટો એના હાથમાં મુકી..
* * *
એક દિવસ અચાનક બન્ને બગીચામાં ભેગી થઈ ગઈ.. પરચુરણ વાતો પછી અદિતિએ કહ્યું..
" તે દિવસે મને થોડું વિચિત્ર લાગ્યું.. મારી સાથે આવવા તારે સાસુની રજા લેવી પડી.. વાપરવાના પૈસા માંગવા પડ્યા.. આટલું બધું દબાઈને રહેવું પડે..?”
વિશ્વા હસી.. " અદિ , અમે સાસુ વહુ નથી.. કંઈક બીજું છીએ .. શું છીએ , એ મને પણ સમજાતું નથી..” એમ કહીને એણે વાત માંડી..
" હું સાસરે આવી એને પંદર દિવસ જ થયા હતા.. રાકેશને ચાર દિવસ કંઈક તાલીમમાં જવાનું થયું.. એ ગયાને બીજે દિવસે મને તાવ ચડ્યો.. મમ્મી મને પડખેના દવાખાને લઈ ગયા.. રાતે મને થોડું વધારે અસુખ લાગ્યું.. પપ્પા ડોક્ટરને બોલાવી લાવ્યા..
ડોક્ટર ગયા પછી મમ્મી મારી પાસે બેઠા.. હળવે હળવે માથું દાબવા લાગ્યા.. કપાળ , માથા પર ફરતો હાથ મને ગમતો હતો.. મેં એના ખોળામાં માથું રાખ્યું.. એનો હાથ પીઠ સુધી ફરવા માંડ્યો..
એણે પુછ્યુ.. " તેં સાંજે થોડુંક જ ખાધું છે.. ભૂખ લાગી છે.. ? સફરજન કાપી દઉં..?”
મેં હા પાડી , એ સફરજન લાવ્યા.. મેં ફરીથી ખોળામાં માથું રાખ્યું.. એ નાના ટુકડા કરીને મોંમાં આપતા હતા.. હું ખાતી હતી..
મેં ખાતાં ખાતાં જ કહ્યું.. " હું નાની હતી ત્યારે એકવાર તાવ આવ્યો હતો.. તે વખતે મારી મમ્મી મને આમ ખવડાવતા..”
" તો હું તારી કોણ છું..?” એણે મને પુછ્યું..
" અદિતિ , એ દિવસથી અમારા સંબંધો સાવ ફરી ગયા.. નિશાળે જતી વખતે મમ્મી પાસે પૈસા માંગતી, તેમ સાસુ પાસે હાથ ધરીને પૈસા માંગવાનું મને ગમે છે.. એની સાથે બચપણ જેવી મસ્તી કરવાની હવે તો ટેવ પડી ગઈ છે..”
અદિતિ હજી કુંવારી હતી.. એનાથી પુછાઈ ગયું.. " હેં.. ખરેખર.. સાસુ આવી પણ હોય..?”

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111773633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now