એ જીંદગી મારે હવે તને રોજ રોજ જીવી છે
છોડી ચિંતા ભવિષ્યની હવે મારે તને વર્તમાનમાં જીવી છે
ખોટા પડે છે પ્લાનિંગ હવે બધા ભવિષ્યના
કુદરતના હાથે લાચાર ક્યારે થઈ જવાય એની કોને ખબર છે
કાલે શું થાશે એની કોને ખબર છે
એટલે જ જિંદગી મારે હવે
તને રોજ રોજ જીવી છે
ભવિષ્ય ની ચિંતા છોડી
વર્તમાનમાં જીવી છે
એ મારી જીંદગી મારે તને હવે દરરોજ
તહેવાર ની જેમ માણવી છે
મૌસમ ભલે ગમેતે હોય મારે તો તને વસંત ની જેમ સદાય ખીલેલી જ માણવી છે
હવે ભરોસો આ મૌસમ નો પણ ક્યાં રહીયો છે
ઋતુ પ્રમાણે એ પણ ક્યાં આવે છે હવે
જીંદગી ના બદલાય ગયા છે બધા નિયમ હવે
જીવન છે એજ નિયમ છે જીંદગી નો હવે
હવે તો મારે તને રોજ રોજ જીવી છે
જેવી છો એવી જ હવે મારે તને રોજ માણવી છે
છોડી ચિંતા ભવિષ્ય માં જે થવું હોય તે થાય
મારે તો હવે જીંદગી તને હવે વર્તમાન જીવી છે
બદલાયેલી રીત આ અપનાવી
નવી રીત થી જીંદગી જીવી છે
ભેગું કરવાનું છોડીને વાપરવામાં જીવી છે
અફસોસ સાથે નહીં ઉત્સાહ સાથે જીંદગી હવે જીવી છે
છોડી ચિંતા બધી ભવિષ્યની તને હવે જીંદગી મારે વર્તમાન માં જીવી છે
એ જીંદગી તને હવે મારે રોજ રોજ જીવી છે
જેવી પણ છે મારે હવે તને દરરોજ માણવી છે
એ જીંદગી તને હવે મારે રોજ રોજ જીવી છે
હેતલ. જોષી... રાજકોટ