💐 *શુભેચ્છા હરેક જન્મની આપું છું.* 🍫
________________________________
25 વર્ષના તમારા લગ્ર જીવનની, શુભેચ્છા હુ તમને આપુ છુ.
મમતાનું એક ઝરણું છું, હરેક ઋતુમાં વરસુ છુ.
સૂકી કાયા છે મુજ જીવનની, પણ લાગણી ભીની ધરાવુ છુ
હૈયાના વાદળમાંથી ,અવિરત ધારે પ્રેમ બનીને વરસુ છુ.
પળ પળ મારા જીવનમાં, કાળજાના કટકાનું સુખ ઇચ્છુ છું.
તમ જીવનની ખુશ્બુ, જગ આખામાં મહેકતી રહે એવું સદા ઇચ્છુ છું.
દીકરો આપી દીકરી લીધી, હુ મીઠુ જીવન ભાણુ ચાખુ છુ.
પ્રભુએ સ્વર્ગમાં જોડી બનાવી, હું અહીં હેતથી પોખુ છું.
*- જયવંત બગડીયા / કવિરાજ*