ઉપરવાળા નું ગણિત ક્યારેય ખોટું નથી હોતું. આપણે એ ગણિત ને ફક્ત વર્તમાન માં જ મૂલવીએ છીએ. ક્યારેક એ ભૂતકાળ આપણા ભવિષ્ય નો એક બેઝ બને છે . રૃથલેસલી તમને તમારી યોગ્ય ભૂમિકા માટે તૈયાર કરે છે જ્યાં તમે વીતેલા સમય ના દરેક ગુનેહગાર ને સમય ના કઠેડા માં ગુનેહગાર તરીકે ઉભેલા જોઈ શકો છો ને ત્યારે તમે પોતે જ એ કાળ ને નતમસ્તકે નિહાળી શકો છો .
હંમેશા પોતાના કર્મો માટે સજાગ રહો. ટોળાં ના રવાડે ના ચઢો . તમારી પોતાની અંતઃસ્ફૂર્ણા કહે એ જ પ્રમાણે કરો. સમય થી બળવાન કશું જ નથી. યાદ રાખો બધું અહીં નું અહીં જ છે.