તમારા દરેક સવાલોના જવાબ તો હતા,
તમારા દરેક સવાલોના જવાબ આપવા જરૂરી નથી...
તમારા બધાંજ સવાલનો જવાબ આપતા આવડતું હતું,
તમારા બધાંજ સવાલનો નહીં આપવાનું કારણ કહેવું નથી....
જો અમે સવાલનો જવાબ આપશું તો વિવાદ મોટો થશે,
સવાલનો જવાબ આપીને મારે સંબંધ બગાડવું નથી....!
અમુક પરિસ્થિતિમાં બધું જોઈને મૌન રહેવું જરૂરી છે,
સલાહ આપીને વર્ષો જૂનો સંબંધ મારે તોડવું નથી....!
નહીં બોલશું તો ઘમંડી ગણશો મને તો કંઈ ફરક પડતો નથી
જવાબ આપીને પણ તમારું ધાર્યું કરવાનું તો મારે બોલવું નથી...!
-Bhargav Jagad