"બેચેની"
"આકાશ જાણે છે ગુમસુમ ને છે પૃથ્વી સૂમસામ ..
.
છે પ્રાણ અજાણ્યો ને વિચારે બની કેમ પરિસ્થિતિ આમ..?
.
છીનવ્યું જેણે સર્વસ્વ મારું એને જ હું તો વર્યો..
.
જૂઠ ભરેલી બોલીમાં રાખી આશ...
.
પ્રેમ પિયાલો ભર્યો...
.
બહારથી છે દેખાવે સુંદર...
.
ને હૈયે બસ તિરસ્કાર...
.
જેને ખાતર ભુલ્યો દુનિયા..
.
કોણ હતી એ નાર...??
.
લાગ્યું પ્રેમથી એના..
.
કિસ્મત ખૂલી જાશે..
.
હૈયામાં રહ્યાં એ માલિક બનીને
.
શી ખબર..?? ભાડુઆત બની અમને ભૂલી જાશે...
.
દિવસ બની એ રાત મારી..
.
કથા બની આ શેની..??
.
બની એ દુનિયા મારી.. સ્વપ્ન મારું.....
.
તો પણ વ્યથા છે આ શેની. ???
.
પ્રેમ કર્યો અમે ખુલ્લા મને...
.
દોશી ઠેરવતી આ બેચેની....!