Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમાજ ના દરેક જાગૃત ભાઈઓ અને બહેનો ને નમ્ર અપીલ છે ઓમિકોન ધીરે ધીરે વધી રહ્યો છે એટલે આપણે જાતે સતર્ક રહેવું પડશે
આપણે બને ત્યાં સુધી ભીડ વાળી જગ્યાએ જાવા નુ ટાળીએ. અને જો જવાની જરૂર પડે તો માસ્ક અવશ્ય લગાવો. આપણે ભૂલી ગયા છીએ સમાજ નું નુકસાન કોરોના કાળ માં ગયા એપ્રિલ. મે માં બહુ બધા સમાજ ના લોકો મરી ગયા અને ઘણા બધાં ઘરો ઉજળી ગયા. આ આવનારો સમય પણ બહુ વિકટ પરિસ્થિતિ સાથે આવી રહ્યો છે એટલે આપણે જેટલા જાગૃત રહીશું એટલું નુકસાન ઓછું થશે હજુ પણ સમાજ માં ઘણા બધાં લોકો એ વેક્સિન લીધી નથી તો સમાજ ના જાગૃત નાગરિકો પોતાના વાહ માં ગામ માં એક અભિયાન ચલાવી ને જે વેક્સિન ના લીધી હોય તેને વેક્સિન લેવડાવે. હુ સમાજ ના સંગઠનો ની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી પડે એવી છે કેમ કે વિકટ પરિસ્થિતિ માં પોતાના જીવ ની ચિંતા કર્યા સિવાય જે કામગીરી કરી એ અદભુત હતી એટલેજ સમાજ માં થોડું ઓછું નુકસાન થસે. સમાજ ના સંગઠનો ફરી સક્રિય થાય અને માસ્ક અને વેક્સિન માટે જાગૃતિ ફેલાવી અને જ્યા ભીડ થતી હોય ત્યાં માસ્ક ફરજિયાત પહેરવા માટે સમજાવે
ઓમીકોન ના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે એટલે આપણી જાગૃતિ જરૂરી છે.

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111772894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now