Gujarati Quote in Poem by Monty Singh Babriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જન્મદાતા"


શરૂઆતમાં થોડી થોડી ક્ષણોમાં મને તે દુનિયાં આગળ...
.
વારે ઘડિયે ખુબ અજીબ વ્યક્તિ બનાવી....!
.
તારાં મારાં અંદર હોવાના એહસાસ એ મને...
.
નાદાન છોકરી માંથી, એક પૂરી સ્ત્રી બનાવી....!
.
સપનું મીઠું તું મારું... દિવસ રાત માણું તને...
.
માં બનવાનાં વિચારથી મને ,મારી માં યાદ આવી...!
.
તારાં માટે શું સારું... દરેક પળ હવે એજ વિચારું...
.
છોડ્યું બધું કામ .... બધું જ તારે કાજ થઈ ગયું...!
.
હજી તો આવ્યા નથી આ દુનિયામાં...
.
એની પહેલા મનમંદિર માં તમારું રાજ થઈ ગયું....!
.
હે પરમાત્મા...! ખુબ નસીબદાર છું હું...
.
કે મારાં ઉદર માં તમે, ગુલાબનો છોડ વાવી ગયાં...!
.
પહેલી મારી લાત તે મને જ્યારે...
.
ત્યારે મારી આંખમાં ખુશીનાં આંસુ આવી ગયાં...!
.
તારાં આવવાનાં અણસાર થયાં ને...
.
સૌ કોઈ આતુર બની ને આંખોથી પ્રેમ પીવે છે...!
.
અનુભવાય છે તુ હર ઘડી મુજમાં...
.
હા, મારો અંશ મારામાં જીવે છે...!
.
ક્યારે આવશે એ સપનાનો દિન ...

તારાં થકી બનીશ હું જન્મદાતા...!
.
ભાગ્યનો દરવાજો ક્યારે.? તારી નાની આંગળીઓ ખોલશે.
.
શુભદિન એ શીઘ્ર લાવશે .... મારો ભાગ્યવિધાતા...!
.
ક્યારે એ રાત આવશે ને તારા ખિલખિલાટ થી થશે પરોઢિયું...
.
હું હિંચોળું મારાં રાજકુંવરને, હીર ની દોરી ને સોનાનું  ઘોડિયું...!
.


અસ્તુ:
.
સાદર બધી જ માતાઓને સમર્પિત...🙏😊

Gujarati Poem by Monty Singh Babriya : 111772848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now