Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તને ખબર છે કે ...
ક્યાં અરમાન સાથે ભર્યા'તા ડગલાં તારે દ્વાર....
ત્યારે આવ્યું'તું સ્મિત શરમ ના શેરડા સાથે...
હરખાતું'તું હૈયું જાણે હમણાં આવશે ઉછળીને બહાર...
ચાલ કહું તને એ સંઘરેલી વાતલડી આજ...
ત્યારે સેવેલું સ્વપ્નું પૂર્ણ થવાને જઈ રહ્યું'તું...
હોંશ ભરેલી એ જઈ રહી'તી પોતાના ભરથરને પાસ...
અજાણ ધરતી ને પોતીકી બનાવવા...
કુટુંબ કબીલાનું ચણતર કરવાને...
એ ભૂલી'તી ભાન ને વટાવી ચાલીસી...
ત્યારે પાછી વળી મનડાં ને સંગ ...
ને પુછ્યું દિલડા એ ક્યાં છે તારું અસ્તિત્વ...?

Gujarati Poem by Shree...Ripal Vyas : 111772617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now