" કારણ શું હશે? "
નાસમજ નાદાન જીંદગી કેવી હશે?
કારણ શું હશે કે નાની ઉંમરે લગ્ન થયું હશે?
ભણતર ગણતરની ઉંમર
બાળપણની પણ કેવી રમત!
એ ઉંમરે લગ્ન થાય તો
શીખવાની ઉંમર કઈ હશે!
નાની ઉંમરે લગ્ન પછી!
બોજ કેવો પડતો હશે?
કારણ શું હશે?
કે મુગ્ધતા છીનવી લીધી હશે!
પ્રગતિના રાહે જતી
બાલિકાના અરમાનો છીનવી લે છે!
બોજ પડે મા-બાપ પર
માસુમો પણ પરાયા થશે!
કારણ શું હશે કે
નાની ઉંમરે લગ્ન થતા હશે!
કશું ના આવડે આ ઉંમરે
પછી ટોણાં ટીપ્પણીઓ કેવી થતી હશે?
એકબીજાને સમજવાની ઉંમર
અઢાર પછી ઠરેલ ગણાય
કાચી ઉંમરે લગ્ન પછી
માતા બનવાની ઉંમર પણ નાની હશે!
ના સમજે એને સમજાવો
બાલિકા વધુ હવે ના બનાવો
સાચી ઉંમર લગ્નની
પરિપક્વતા હશે તો થતી હશે!
કારણ કારણ પૂછો ના હવે
યોગ્ય ઉંમરે લગ્ન કેમ થતાં હશે?
વંદન છે એ માતપિતાને
એકવીસ વર્ષ પછી દિકરીના લગ્ન કરતાં હશે!
- કૌશિક દવે