Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લ્યો મારા માસ્ક સહુ લ્યો મારા માસ્ક
લાવું ખાસ,રંગબેરંગી લ્યો મારા માસ્ક
માસ્ક સાથે રંગીન તમે જિંદગી લ્યો
જીવવા જીવાડવાની પસંદગી લ્યો.

જેવો ગરમ ઠંડુ સાચવે ફ્લાસ્ક
તેમ જિંદગી ભરી સાચવતો માસ્ક

નાક તો રાખશે ને સાચવશે તમારો શ્વાસ
છેહ દેશે હવા પણ માસ્ક પર પૂરો વિશ્વાસ

સોનેરી કોરની સાડી ને સાથે બ્લાઉઝ મેચિંગ છે
સોનેરી કંકણ ને કાને સોનેરી એરિંગ છે
ઠસ્સો મારો બહેન કશું ના બોરિંગ છે
હાજર છે સોનેરી ને આભલાં ભરેલો માસ્ક

જેવો ડ્રેસ તેવો રંગીન બનાવું તમારે માટે
ખાસ
પહેરીને દીપશો બહેન, આવજો લેવા મારી પાસ.

ભાઈ તમારું તો ચેકસ વાળું શર્ટ છે
તો ચેકસવાળો માસ્ક લ્યો, પડતો તમ વટ છે
બાબો માંગે ટીશર્ટ પર કાર્ટૂન અને બેબીને જોઈએ ડોલ
હાજર બતાવું તને કેવો ગમે છે તે બોલ

ગોરીના ગુલાબી મુખ પરે શોભતો કાનેથી ઝૂલે મારો માસ્ક
હરણીશી આંખો ને ઉપર અર્ધું મુખ જાણે સાતમનો શશાંક

માસ્કમાં રહો ને મસ્ત રહો સહુ જીવો થઈને બિન્દાસ્ત
સાચવો જાતને, કરો મૃત્યુના ભયને પરાસ્ત.

લ્યો મારા માસ્ક સહુ લ્યો મારા માસ્ક
લાવું ખાસ,રંગબેરંગી લ્યો મારા માસ્ક.
-સુનીલ અંજારીયા

Gujarati Poem by SUNIL ANJARIA : 111771291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now