પ્યાર પહોચે પાલવે શું કહેશો.
કામી કાળજુ કંપાવે શું કહેશો.
શું ખબર પડશે ? પતિને,પત્નિને,
યુવા શરીર ભોગવે શું કહેશો.
પશ્ચિમીની હોડમાં હિન્દનાં,
સંસ્કાર મૂક્યાં નેવે શું કહેશો.
અમિરો,નેતાનાં રકીબો રંકને,
તાતા થૈ થૈ નચાવે શું કહેશો.
લોહી ગરીબોનું રેડીને રાજા,
હવામહેલો બનાવે શું કહેશો.
વિશ ટકાએ રસ્તાંઓ રોકી,
ખુલ્લે નમાજ પડાવે શું કહેશો.
દિકરી શબ્દ સાંભળી"કાફીર"
માતા ભ્રુણ પડાવે શું કહેશો.
-AD RASIKKUMAR