" રાધા કૃષ્ણ "
યાદ કરીએ રાધા રાણી ને,
શ્યામ આવી જાય,
આવીને સાથે સાથે,
બંસરીના સૂર રેલાવી જાય,
યાદ કરું શ્યામ ને હું,
રાધા રાણી આવી જાય,
આવીને સાથે સાથે,
આશિષ આપી જાય,
યાદ કરું રાધા કૃષ્ણ ને,
સાથ સાથ આવી જાય,
પ્રેમભાવ ને આનંદ આપી જાય,
ભક્તિ ભાવથી આશિર્વાદ આપી જાય,
-Kaushik Dave