વિજ્ઞાન અને ભગવાન
ભગવાન ભનાયો માળુ કે, માળુ ભનાય મોબાઈલ કે.
પરમાણું જે અણું અણું મેંથી જીવ જળમે ભનાયો.
ઈજ અણું અણું ભેગા કરી માળુ ઈલેક્ટ્રોન ભનાયો.
જીવ બ્રહ્માંડ મેથી ખણી માં જે ઉદર મે રંગ રૂપ ભનાયો.
માળુ નવ ધાતું ખણી વીજ સદેશા વાહક મશીન ભનાયો.
ઈશ્વરજી રચના નેરેલા અમુલ્ય ચક્ષુ કળા ભનાયો.
મોબાઇલ કે નેરેલા મેગા ફિકશલ જા કેમેરા ભનાયો.
માળુ કે સુણેલા પેઢા નમણા બો કન ભનાયો.
મોબાઈલ કે સુણેલા નેઢડા માઇક ભનાયો.
માળુ કે કોછેલા મસ્ત મોં મેં સ્વર ભનાયો.
મોબાઇલ કે બોલેલા નેઢા વડા સ્પીકર ભનાયો.
માળુ કે હલેલા પગ અને મગજ ભનાયા.
મોબાઇલ કે હલેલા રેમ ને મેમરી ભનાયો.
માળુ જી બેટરી હલે હલે વેઠી, ઈ કેળી ભનાયો.
મોબાઇલ જી બેટરી હલે ને ઉતરે એળી ભનાયો.
માળુ ખોરીયો પયો ભધલાય એળો ભનાયો.
મોબાઇલ કે ને નવા રંગ મે પેયા ભધલાય એળો ભનાયો.
નર ચે મોબાઇલ જા નવા વર્ઝન ભનાયો.
માળુ જા પણ નવા નવા વર્ઝન ભનાયો.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા