*બા , મમ્મી થી મોમ બની રહી છે હવે*
_____________________________
બા, મમ્મી બની ગઈ છે હવે,
બા મમ્મી થી મોમ બની રહી છે હવે,
રોટલા ને ગોળ ને બદલે મેગ્ગી, પાસ્તા ને પિઝા ધરી રહી છે હવે,
સમયની રફ્તાર સાથે દોડી રહી છે હવે,
ખોળામાં જમાડવાને બદલે મોબાઇલ ધરી રહી છે હવે,
*બા મમ્મી થી મોમ બની રહી છે હવે...*
ફાટેલા ગોદડા ભુલી, ફાટેલા જીન્સ પહેરી રહી છે હવે,
છાતીની હૂંફ ને બદલે, કાંગારૂ બેગમાં તેડી રહી છે હવે,
*બા મમ્મી થી મોમ બની રહી છે હવે...*
ટી.વી.સીરીયલના ટાઇમમાં રડુ તો ગુસ્સે થઈ જશે હવે,
આયા ને કહી દેશે તું સાચવી લે હવે,
આયા પણ બીજી મમ્મી બની ગઈ છે હવે,
*બા મમ્મી થી મોમ બની રહી છે હવે...*
મેટરનિટી લીવ ની રજા પૂરી થઈ જશે,
મમ્મી વગરની આદત પાડવી પડશે હવે,
બા, બાપા નો પડાછાયો હતી,
દીકરાનો છાયો હતી,
હવે પપ્પાની સાથી બની,
*બા, દીકરાની મમ્મી બની ગઈ છે હવે...*
બા મમ્મી થી મોમ બની રહી છે હવે,
બા મોમ બની રહી છે હવે.....
*- જયવંત બગડીયા ,/ કવિરાજ