આંખો મીચી આંધળી દૌડ કરી.
શું મળશે? રાહી સાથે લોડ કરી.
છે જગ જાહેર ઘર ફુટે ઘર જાય ,
શું પામવું પોતાના સાથે હોડ કરી.
જવા દો જેમને જ્યાં જવું હોય,
પુર રોકાશે નહીં, માટી મોડ કરી.
નાથવો જો હોય આખલો આદમ,
બાંધી દો ખુટે સુતરની જોડ કરી.
પોલીસના પગથીયા ચડશો નહી,
છૂટાં પડી જાઓ પંચો તોડ કરી.
નાના ખેડૂતો લુટાયા પૈસા લઈને,
જમીનો જાય છે જહાં રોડ કરી.
જેવું વાવશો એવું લણશો"કાફીર"
અન્ન ક્યાંથી મળે ખેતરે ખોડ કરી.
-AD RASIKKUMAR