સંઘર્ષ થાય છે મારા આત્માની સાથે
જ્યારે તને પ્રત્યક્ષ નિહાળું છું અને સંઘર્ષ થાય છે મારી આંખોમાં
કે તને નિહાળવા પાંપણો ઊંચી નથી થતી
અને સંઘર્ષ થાય છે તારા અને મારા મૌનના સંવાદોની વચ્ચે
ક્યારેક સંઘર્ષ થાય છે મારા ખુદને મારી જાત સાથે
પણ કઈ રીતે વ્યક્ત કરું આ સંઘર્ષને
કારણકે તારા અને મારા વચ્ચે જે ઘર્ષણ છે... Bindu Anurag
ક્યારેક સંવાદો અને ક્યારેક આ મૌન વચ્ચે
શા માટે આ સંઘર્ષ કરું છું હું
આ સંઘર્ષનું કારણકે એ હું જાણું છું કે
આ સંઘર્ષ માત્ર તારા થી જ છે.....
પણ જોજનો દૂર તું છે મારાથી
તોય છતાં એ તને અનુભવું છું હું.
૧૩/૧૨/૨૧
૦૭:૧૨ AM
-Bindu _Anurag