ખેતરના છોડને છોકરા જેમ ઉછેરે ખેડુત
ખેતર માં પાણી નહિ પરસેવો સીંચે ખેડુત.
ખેતી કરવામાં શરમ શેની આવે છે દોસ્તો
બાપ મારો બાપ તમારો પણ છે આ ખેડૂત
ખેતરની દિવસ,રાત રખેવાળી કરે છે ખેડુત
પરિવાર માટે તેની કાયા ઘસે છે આ ખેડુત?
વચન પાળ્યું દુનિયાનું પેટ ભરવાનું ખેડુતે
પૂછ્યું કોઈ દિવસ પોતે પેટ ભરે છે ખેડુત?
આ કુદરત ક્યારેક મહેર કરે છે કહેર કરે છે
છતાં તેના પર અખૂટ વિશ્વાસ કરે છે ખેડુત.
મકવાણા મહેશ "માસૂમ"
07-12-21
11-12-21
શનિ વાર