હું જાણું છું કે સમય બહુ ભારી છે...
પણ હે દ્વારકાધીશ મારી પર તારી જ તો બલિહારી છે.
તે જ તો અર્જુનને શીખવ્યું હતું ને કે
" આ સમય જતો રહેશે"
બસ એ જ ઉદ્દેશ્ય પર તો મનને મનાવી લઉં છું
હું જાણું છું કે આવા સમય માટે પણ કોઈક કારણ હશે શું ખબર
હે દ્વારકાધીશ મને તું જ વધારે પ્રબળ અને મજબૂત બનાવતો હશે...
ઘણી વખત હું અનુભવું છું કે..
હે દ્વારકાધીશ તે મને ખૂબ જ સક્ષમ બનાવવા ના પ્રયત્ન શરૂ કર્યા છે
હવે મને આ સમાજની કોઈ જ ઉપાધી નથી..
કારણકે મારી દુનિયા તારાથી શરૂ થઇ છે અને તારાથી જ પુરી
બસ મારા દરેક કર્તવ્યમાં તું સાથે રહેજે
જો હું માર્ગ ભટકી જાવ તો મને યોગ્ય પથ બતાવજે
મારે પૂરા કરવા છે મારા એ દરેક સ્વપ્ન
જેનો સાક્ષી માત્ર તું એક જ છે..
બસ દ્વારકાધીશ તું મારી ભેગો રેજે... Bindu
જય દ્વારકાધીશ 🙏
-Bindu _Anurag