💗
કોઈ તમને પ્રેમ કરતું હોય તો એ ભલે કોઈ વાતનું ખરાબ ન લગાડે,
પણ અંદરથી થોડુંક એવું તો ઇચ્છતું હોય છે કે એને થોડુંક પેમ્પર કરે.
એવા થોડાક શબ્દો કહે જેથી આપણને એવું લાગે કે એને પણ મારાથી પ્રેમ છે,લાગણી છે અને મારો અહેસાસ છે.
એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે.
પ્રેમિ ગમે તે કરે તો પણ પ્રેમીકા ખરાબ ન લગાડે.
એ પ્રેમિના મૂડ અને સ્વભાવને સારી રીતે ઓળખતી હતી.
એને ખબર હતી કે એ તો એવો જ છે.
મન થાય તો જવાબ આપે અને મન ન થાય તો મૂંગો થઈ જાય.
ક્યારેક વાત કરતાં કરતાં અચાનક ટાટા-બાય બાય કહી દે, ચેટ દરમિયાન કંઈ કહ્યા વિના અલોપ થઈ જાય અને પછી કલાકો સુધી ન ફરકે!
પ્રેમીકા તો એ જેવો છે એવો જ સ્વીકારતી.
જોકે, એક વખત તેનાથી ન રહેવાયું.
પ્રેમિને કહ્યું કે, હું ક્યારેય ખરાબ ન લગાડું એટલે તારે ક્યારેય સારું નહીં લગાડવાનું?
સાવ આવું તે કંઈ હોતું હશે!
ક્યારેક તો વિચાર કર કે એ રાહ જોતી હશે.
તું મજામાં છે કે નહીં એની ચિંતા કરતી હશે!
હા, હું ખરાબ નથી લગાડતી,
પણ તું થોડુંક તો સારું લગાડ!
મને પણ થાય કે થોડીક તરસ_તારામાં પણ છે!
એક_તરફી વરસતા રહેવામાં પણ કંઈ વાંધો નથી,
પણ જરાક તો ઇશારો આપ કે, તું વરસે છે એ ગમે છે!
દરેકને થોડુંક તો એવું હોય જ છે કે એની ભાવનાઓને પણ એપ્રિશિયેશન મળે.
એક સરસ પંક્તિ વાંચવા મળી.
"મેરી બદતમીઝિયા તો જગજાહિર હૈ લેકિન,
આપકે શરાફત કે નિશાં ક્યોં નહીં મિલતે?"
પોતાની વ્યક્તિની કદર કરવી એ પણ પ્રેમ કરવાનો જ એક પ્રકાર છે.
તેં મારા માટે આ કર્યું એ મને ગમ્યું.
આપણી વ્યક્તિને એટલું જ જોઈતું હોય છે કે
એ જે કરે છે એની ભીનાશ એની વ્યક્તિને_સ્પર્શે છે એવી ખબર પડે..
cp