મારાં નવા ફોન samsung F62 મોબાઈલમાંથી સહુ પ્રથમ લીધા સરસ શોટ્સ.
આ મોબાઈલ એક્દમ અદ્યતન છે. ખૂબ લાઈટ ટચ. હોમ કી જેવુ બટન નહીં. સ્ક્રીન શોટ્સ પણ હાથ મુવ કરતાં. બધી એપ ચાલુ હોય એને સ્વાઇપ કરતાં બંધ થાય. એક લખતી વખતે સ્પેસ બાર જલ્દીથી પ્રેસ થતો નથી. નીચે ભુરુંટપકું સિલેક્ટ નું આવી જાય છે કે બહારનીકળી જાય છે. કેમેરાનો પણ ખૂબ લાઈટ ટચ. જો સફેદ ટપકું એક સેકંડ વધુ દબાય તો હોલ્ડ ગણી લે.
ફોટા માટે તો વાઇડ એંગલ, ફૂડ, પોર્ટરેટ, સ્લો મોશન, સ્પીડ, 4:5, 1:2, 16:9ને એવા અનેક ઓપશન અને ચાર કેમેરા.
સ્ક્રીન પણ એમોલેડ એટલે HD ફિલ્મ જેવું જ દેખાય અને આંખ ઓછી ખેંચાય
સહુ પ્રથમ લીધેલા ફોટા .
ઘરમાં 12મે માળે થી લીધેલો વાઇડ એંગલ, સાઈ બાબા પોરટ્રેટ મોડમાં, કોફી ગ્લાસ ફૂડમાં અને શિવજી 16:9 માં.
સારા ફોટોગ્રાફર મિત્રો ના હાથમાં આવ્યો હોય તો સારો ઉપયોગ થાય.
સુપર્બ મેટાલીક બ્લ્યુ બોડી અને અલ્ટ્રા સ્લિમ ફીધર ટચ સ્ક્રીન.
મારી હમણાં મૂળ પ્રવૃત્તિ લખવાનું એમાં આ નવું ગુગલ કી બોર્ડ ફિધર ટચને જરાય અનુકૂળ થતું નથી. આટલું લખતાં 3 વાર બહાર નીકળી ગયો.
હેપી નવું ડિવાઇસ samsung F62.
કિંમત જોકે 2015માં ડેસ્કટોપ કોમ્પ્યુટર લીધેલું એટલી. 24000 જેવી. ગુગલ ફોન કે આઈફોન વપરનારાઓ ને સસ્તું લાગે.
અનેક નવી આકર્ષક ચીજો સાથે નવું વર્ઝન