વાહહ..રે દુનિયા !!!! શું રીત છે નિરાલી તારી..
કોઈ ને બનાવે મોટો તો કોઈ ને બનાવે નાનો..
જીવન જીવવાની રીત છે કેવી...
એ દુનિયા તારી રીત છે કેવી?
સપના બતાવી અઢળક તે લોકોને
કોઈ ના કર્યા પૂરાં ને કોઈ ના રાખ્યા અધૂરાં...
એ દુનિયા તારી રીત છે કેવી ?
બધાં જ છે એક સમાન તોપણ લોકોમાં કોઈ ધર્મ ના ભેદ કર્યા , કોઇ ને કહ્યા કાળા ધોળા...
એ દુનિયા તારી રીત છે કેવી ?
રે દુનિયા ! અહીં મોકલ્યા બધાં ને ખાલી હાથ
તોપણ
કોઈ ને કહ્યા અમીર ને કોઇને ગરીબ..
એ દુનિયા તારી રીત છે કેવી?
જીવ બનાવ્યા છે જુદા ને જુદા બનાવ્યા મન
પણ એ દુનિયા કેમ ના કરી એવી કોઈ રીત... જ્યાં સૌ કોઇ એક સમાન ?
એ દુનિયા તારી રીત છે કેવી?
-Dhrupa Patel