; સમાજ માં જોવા મળતી વિસંગતતાઓ :
_શાકભાજી માં ખાસ કરીને બીટ વેચનારો એનીમિક હોય...
_ ટ્રાવેલ પેકેજીસ ગોઠવાનારો પોતે જ લાંબા સમય સુધી કશે ફરવા ગયો ન હોય...
_ લોકોના હૃદય મજબૂત કરનાર ડોક્ટર પોતેજ હાઇ બીપી નો દર્દી હોય...
_ સ્ટેન્ડઅપ કોમેડિયન ઘરમાં સિરિયસ હોય...
_ નવા ગંજી વેચનારો ઘરમાં છાતી થી ફાટેલી ગંજી પહેરતો હોય...
_ ફર્નિચર બનાવનારા ના ઘરે તુટેલા સોફા હોય...
_ વકીલ પર એની ઘરવાળી એ ભરણ પોષણ નો દાવો માંડ્યો હોય....
_ જીવનમાં નિયમિતતા રાખનારો શિફ્ટ ડ્યુટી કરતો હોય...
_ પોલીસ ના ઘરે ચોરી થાય...
_ બંગલો બનાવનાર કડિયા નું ધર ઝૂંપડું હોય ...
_ વોટર પ્રૂફિંગ કરનારા ના ઘરે ધાબુ ગળતુ હોય...
_ ' કેરિગાળા' વાળા દર્દી ઓની ટ્રીટમેન્ટ કરવાવાલા ડોક્ટર ને
પોતાને ' કેરીગાળો' હોય અને એ પોતે પણ દવાખાનું બંધ કરી ને કોઈ એના ફ્રેન્ડ ની પાસે જઈ ટ્રીટમેન્ટ કરાવતો હોય...
_ મીઠાઈ બનાવનાર અને વેચનાર બન્ને ને ફુલ ડાયાબિટીસ હોય...
_ ટીવી રિપેરિંગ કરવાવાળા ને ત્યાં જુના મોડેલ નુ પોર્ટબલ ટીવી હોય...
_ આઈટી ઓફિસર ને ત્યાં જ આઈટી ની રેડ પડી હોય...
_ સમાજ ના પ્રતિષ્ઠિત કહેવાતા વ્યક્તિ ઓને ત્યાં ડ્રગ્સ એડિક્ટ પૂત્રો પૂત્રી હોય...
અને, અને, અને
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ,,
_ ઓફિસ માં રોફ ઝાડતો બોસ ઘરમાં...............!!!!!!!!...
આવી ઘણા બધી વિસંગતતાઓ સમાજ માં છે, તમે પણ અવલોકન કરી શકશો...
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
9426861995
yashhealthservices@yahoo.com