કોલાર શહેર, પ્રાચિન શિવમંદિરની મુલાકાત અને હાઇવે પર લોન્ગ ડ્રાઈવ. રવિવારની ઉજવણી.
કોલારમાં એક વખત ભારતની સોનાની ખાણ આવેલી હતી જે હવે ખાલી થઈ ગઈ છે. તેમ છતાં આ શહેર milk and silk city of karnataka કહેવાય છે. આપણા અમૂલ જેવી નંદીની બ્રાન્ડ ની ડેરી, દુધનો ઉદ્યોગ અને શોલે ફેઈમ રામનગરી ની જેમ અહીં પણ રેશમના વણાટનો ઉદ્યોગ છે.
બેંગ્લોર, અમારાં ઘર, વર્થુર ગુંજુરથી 50કિમી જેવું કોલાર દૂર છે.
હા. આ જે ટેકરી દેખાય છે તેવી ટેકરીઓનો સમૂહ આંતરગંગા નામે ઓળખાય છે જે કોલારથી દસેક કિમિ દૂર છે પણ અમારી વસાહતના અમારા 12મે માળે આવેલા ફ્લેટમાંથી દેખાય છે! રસ્તો તો ફરીને જાય એટલે આટલો લામ્બો.
વળતાં ઉડીપી વૈભવની 12 રૂ.માં ઠીકઠીક મોટો ગ્લાસ ફિલ્ટર કોફી માણી અને વ્હાઇટફિલ્ડ પાસે મેકડોનાલ્ડમાં ચિપ્સ બર્ગર વગેરેનું વેજ ડીનર કરી રવિવાર સમાપ્ત કર્યો.
કોલાર મંદિરના ફોટા લીધા ત્યારે વાગેલા પોણા છ જ પણ અંધારું થઈ ગયું હતું.