ષષ્ઠીપૂર્તિ આજ પૂર્ણાહૂતિ ને
આરે
ને દસ્તક દીધી આજ એકસઠના દ્વારે
બાળપણ જવાની ને વન પણ વટાવ્યું
પગરણ મંડાય હવે ઘડપણના ઓવારે
આયખાનો ખજાનો લુપ્ત થાય ધીરેધીરે
સત્કર્મોનો ખજાનો આતમને
કિનારે
કર્મો ઝળહળે માનવતાના
સથવારે
ખેવૈયા બની શ્રીજીબાવા મારીનૈયા
હંકારે…
-કામિની