Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇંગ્લેન્ડ માં એક યંગ માતાએ ભૂલથી લે-વેચ ની સાઈટ પર સોફા ને બદલે પોતાના છોકરાનો ફોટો મૂકી દીધો... એક સમાચાર...

જોઈ ચંદુની મજાકિયણ પત્ની એ પણ જાણી જોઈને.... પોતે સોફા વેચવો છે કરીને,
સુકલકડી,મુછછડ ચંદુના આડા, ઉભા, સાઇડના, પાછળના,એવા અલગ અલગ પોઝ ના ફોટા લઈને ઓનલાઈન વેચાણ માટે મૂકી દીધા(ઓફ્કોર્સ ચંદુ ને વિશ્વાસ માં લઇને)...

અને કૉમેન્ટ્સ સ્ટાર્ટ થઈ ગઈ...

_ મૈયા,સોફા હી દેદો, ઇસ મુછછડ લકડી કા કયા કરેંગે?!!!
_ બેન, આ તો કોઇ જગ્યા ઍ સમાય એમ જ નથી!!!!
_ હલો, હેન્ડલ ને પાયા ના તો ઠેકાણા નથી, કેટલા નબળા છે, લાવીએ તો પણ પહેલો જ મોટો ખર્ચો આવે, એટલે લાવીને શું કરવાનું?
_ હલો મેડમ? MRI કરાવો, અંદર થી પોલો જ હશે,
_બેન, સોફા બહુ ગંદા થઈ ગયા લાગે છે,મેલ સ્પા માં મોકલી આપો,
_બહુ ખાડા પડી ગયા લાગે છે, જૂઓ ને આગળથી ખાડા અને પાછળ થી ઢેકા બહાર આવી ગયા છો, પાછળ થી થોડા સપાટા મારો,કદાચ ખાડા પુરાઇ જશે,
_સ્પ્રિંગો નથી કે શું? તો પછી અમારા બાળકો કુદશે શેના પર, ખપાટિયા પર?
_બહુ જુનું મોડેલ છે, કોઈ વાસણ વાળી ને આપી દો, કદાચ એકાદ ચમચી, વાડકી આપી દે,
_બેન, આને ધોવા માટે આની ઊપર પાયા મારીએ કે પાયા ની ઉપર આને?
_ બેન, અમારા છોકરા ઓ તો થપ્પો રમે ત્યારે સોફા પાછળ સંતાઈ જાય,
એટલે અમારે તો આવા સોફા નું શું કરવાનુ?
_મેડમ, વચ્ચે પાટિયું નાંખી દો, જૂઓ ને પાછળ થી ઢેકા કેટલા બહાર આવી ગયા છે?
_ મેડમ, જરા જુઓને સોફાના પેલા ખૂણા માં માંકડ છે?
_ હેલો સીસ્ટર, તમારું જોઈને અમે પણ અમારા ' સોફા' કાઢવાનું વિચારીએ છીએ, એક્સચેન્જ ઓફર છે? અમારો સોફો લઈ જાઓ, તમારો આપો , અમારો સોફો તો એકદમ ગાદી વાળો છે, હોં !!!
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
M: 94268 61995
yashhealthservices@yahoo.com

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111767696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now