Gujarati Quote in Motivational by Naranji Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક :*વિદાય*
પ્રકાર લઘુ ગદ્ય

નાનું એવું પરીવાર લગ્ન ઘણાં વર્ષો પછી ત્યાં પારણું બંધાયું નથી. એ જોઈ બંને જણ ચિંતિંત રહેછે. એવામાં એને ઘણી બાઘા, ટેકો રાખી દિધી છે. ભગવાન પાસે પણ કહે કે ભલે અમને દિકરો ન આપે તો એક ખોળામાં રમનાર દિકરી પણ આપીશ અમે રાજી રહીશું.
ઈશ્વર પણ નિઃસ્વાર્થ ભાવે એની લાગણી સિવકારી‌ લીધી. અપ્સરા જેવી સુંદર કોમળ ફુલ જેવી બાળકીના પિતા અને માતા બનવાનું શોભાગય પ્રાપ્ત થયું. ધીરે ધીરે નાના કંઠ ના રડવાના અવાજે પણ ખુશ થતા. બન્ને ખૂબ વ્હાલથી ઉછેર કરવા લાગ્યા. નાનું એવું પરીવાર પર લક્ષ્મીજીની અસીમ કૃપા હતી.
દિકરી ના લાડ લડાવવા કોઈ ઉલપ આવા ન દિધી. ભણી ગણીને ઉંમર લાયક થઈ ત્યાં તો પિતા પર ફરી ચિંતાનાં વાદળ ઘેરાવા લાગ્યા. જેને પગમાં ફુલ વાગતા પિતા વ્યથિત જતાં એને દિકરી ને સાસરીયા કેમ રહેશે એ દુઃખ કોરી ખાતું.
પિતાએ પોતાની દિકરીને પોતાની પસંદગી ના પ્રિય પાત્ર સાથે શગપણ સંબંધોમાં બાંધી દિધા. સમય ચક્ર પણ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યું. દિકરી ના લગ્ન લેવાયાં, પિતા દિકરી માટે જેટલું બને એનાંથી વિશેષ ભેટ સોગાદ લીધી, લગ્ન મંડપ જાણે ઇન્દ્રાસન હોય એવું ત્યાર કરાવ્યું. મહેમાનનું આગમન થવા લાગ્યું . લાડલી દિકરી પોતાની સખીઓ સાથે મીઠી રમૂજ માં મસગુલ હતી. પણ પિતા આખે દિવસે પણ અંધારપટ છવાઇ જતો હતો. લગ્ન મંડપ માંડવા વીધી અને ગૃહ શાંતી ના હવન ચાલું હતાં. એક બાજું ભોજન સમારંભ ની તયારી કરવામાં પિતા વ્યસ્ત હતા. બીજી બાજુ જાન નું આગમન . વરરાજા પણ મંડપમાં આવી ગયા બેન્ડ બાજા હાથે સ્વાગતમાં ફુલોનો અને મોંઘાદાટ અતર નો ફુવારો ચાલુ હતો. દિકરી ના એક પછી મંગલ ફેરા શરૂ થવા લાગ્યાં ત્યાં જ પિતા *નિરુત્તર* થઈ જોયા કરે છે. થોડીવાર માં વસમી વિદાય ની હ્રદય કંપાવતી વેળા આવી ને ઉભી રહી ગઈ.
કાટજાનો કટકો હૈયાનો હાર આજે પોતાનાં થી દુર થઈ રહ્યું છે ત્યારે એની ચારો કોર ગમગીની ફેલાઇ ગઇ છે. વિદાય ગીત ની સાથે દિકરી નો આક્રંદ રૂદનથી દરેક સહેલીની આખો પણ રડી ઊઠે છે . જેમ શીવજી ના જટામાંથી ગંગાજી અવીરત વહેતો વેણ હોય એમ પિતા આંખોમાં પાણી ફરી વળ્યાં. હજી તો દિકરી ને મળવાનું તો બાકી હતું. ધીરે ધીરે પગલે દિકરી શેરી ને ઝાંપે આવે છે. દરેક ની આંખોમાં આંસું વહી રહ્યા છે. અને દિકરી આવે પિતા ને ભેટે છે ! પપ્પા પપ્પા કરતાં બાથ ભીડીને રડવાનું ચાલુ કરે છે. એવા આક્રંદ સૂર માં હિમાલય પણ ઓગળી જાય. એમાં આ પિતા ની દશા જોવાય નહિ એવી થાય છે.
સુખી રહેજો સદા સાસરીયા નું ઘર દિપવજો એવે અંતરના આશીર્વાદ આપે છે. આને દિકરી ગાડીમાં બેસીને જાય છે.પોતે લાચાર પિતા બની નિશબ્દ નિરુત્તર થઈ ભીની આંખે દિકરી ની વિદાય જોઈ રહેછે. લાડલી ના સાસરે ગયા પછી પિતા એક ઊંડો શ્વાસ લે છે.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલમાં મુન્દ્રા

Gujarati Motivational by Naranji Jadeja : 111767658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now