ઓ નારી...
થોડું જીવી લે ખુદ માટે ક્યાં સુધી દોડ્યા કરીશ
માણી લે જીવન નો સ્વાદ પ્રકૃતિ ની ગોદમાં
થોડું ઉડી લે નિલ ગગનના પંખી સંગાથે
મુક્તપણે હસી લે હવા ના ફરફરાટ સાથે
થોડી થઈ જા નિષ્ફિકર અકારણ ઉભા કરેલા બંધનો થી
થોડા કરી લે પૂરાં તે સેવેલા સ્વપ્ના ને
પછી જો જે તું તને જ....!!!
થઈ જઈશ પ્રફુલ્લિત ઉર્જાથી ભરપૂર તાજગી પૂર્ણ
ને જીવવા લાગીશ તારા પોતાના ના સંગાથે
બમણાં પ્રેમ ના વરસાદ સાથે
-Shree...Ripal Vyas