લગ્નમાં અને જાનમાં આવનારા ઓને ખાસ કોમન સુચના:
_ રાત્રે ગરબા રાખેલા છે, બધાંએ ગમ બુટ પહેરી ને આવવાનો આગ્રહ રાખવો, કારણકે પ્લોટ માં પાણી ભરાઈ ગયા છે,
_નાસ્તામાં ભજીયા નો આગ્રહ નઈ રાખશો, ઓલરેડી બટાકા પૌંઆ નો ઓર્ડર અપાઈ ગયેલો છે, ચા, કોફી મળશે,
_ગરબા રમો એટલે બાજુવાળા સાથે અંતર રાખશો, જેથી એના પર છાંટા ના ઉડે,
_ દાંડિયા ને બદલે છત્રી નો ઉપયોગ કરી શકશો,(બાજુવાળા ને છત્રી ના ગોદ્દા ન મારશો),
_ વરરાજા ને કાદવ માં ફેંકવો નઈ, કારણ કે બીજા દિવસે એની જ જાનમાં એને વન પીસ માં લઇ જવાનો છે,
જમવા માટે ની વ્યવસ્થા:
_ઓપન પ્લોટ માં બુકિંગ છે એટલે રેઇન કોટ અને સ્વેટર બંને લાવવા(અરે યાર ભલે કપલ માં હોય, ઠંડી તો લાગશે જ ને યાર)
_જમવાની પ્લેટ લો એટલે છત્રી લઈ લેવી,છત્રી પ્લેટ થી દુર રાખવી ,જેથી શાક, દાળ, રબડી માં પાણી ન જાય, પછી તમે જ કહેશો કે શાક, દાળ ફિક્કી અને રબડી માં પાણી હતું, પાછા અમારા વેવાઈ ને સંભળવતા ના,
_ બાથરૂમ ની વ્યવસ્થા નજીક માં જ છે, ચાલુ વરસાદ નો લાભ ન લેશો,
_ સામેની દીવાલ પર ખીટીઓ છે, એક તરફ રેઇનકોટ અને સામેની તરફ સ્વેટર ટિંગાડવા, લેબલ મારી દેવું જેથી પાછળ થી મગજમારી ન થાય,
_ ચાંલ્લા ના કવર પ્લાસ્ટીક ના જ રાખવા,
_પહેલા ચાંલ્લો કરી જ દેજો, જેથી તરત તમે નિકળી શકો (હા ભાઈ હા, જમ્યા પછી જ ને, કૌંસ પુરો)
_ દુરથી આવનાર સગાઓ ને આગ્રહપૂર્વક વિનંતી કે ભલે તમારાથી આવી ન શકાય પણ તમે ગૂગલ પે, ફોન પે કે ઓનલાઇન ચાંલ્લો કરી શકશો, અમે અહીં એન્ટ્રી પાડી દઇશું,
_ ઝોમેટો, સ્વિગી જેવી સર્વિસ અવાઈલેબલ નથી ,તે આપની જાણ સારુ,
.
.😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
.
.happy winter, happy rain
જતીન ભટ્ટ (નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com