થંભી જવું છે બસ હવે..
થાક વગર થંભી જવું છે...
ક્યાં સુધી આમ ચાલતા રહેવું...
કહેવાતી મંજિલ ના વહેમ માં...
મળે તોય શાશ્વત ના હોય...
અને ના મળે તો સંતોષ ના હોય...
હવે નથી ચાલવું,બસ થંભી જવું છે...
પુરુષાર્થ થી ભાગવું નથી...
પણ ખાલી પરિણામ પર ચાલવું નથી...
મનગમતું ક્યાંક ખોવાઈ જાય...
એવું હવે જીવવું નથી,બસ થંભી જવું છે...
દોડવા થી ક્યાં કઈ પકડાઈ જાય છે...
કંઇક ને કંઇક સારું છૂટતું જ જાય છે...
હવે કંઇ ખાસ છોડવું નથી,બસ થંભી જવું છે..
કોઈના માટે નહિ,પોતાના માટે...
એક ક્ષણને ઈમાનદારી થી જીવવા માટે...
કોઈ નું વિચારવું નથી,બસ થંભી જવું છે...
પીછેહટ ની વાત નથી,વાત આગળ વધવાની છે ...
હૃદય ની વાત સાંભળવાની છે...
અંતરમાં ડોકિયું કરવા,બસ થંભી જવું છે...
થોડી ક્ષણ માટે,કોઈ એક વિચાર માટે...
મનગમતી વાત માટે,
નવા જ ઉત્સાહ માટે,બસ થંભી જવું છે....
જીવંત રહેવા માટે,જીવન માણવા માટે...
જીવન ઉત્સવ બનવા માટે...
થોડી વાર માટે પણ....
બસ, હવે થંભી જવું છે....
Tru...