આજે પણ શોધું છું હું ખુદને,
જે ક્યાંક દફન છે અતીત ની યાદો માં,
વરસો વીતી ગયા ખુદ ને મળ્યા ને,
આજે પણ શોધું છું એ પળ ને,
ઇન્તજાર છે મને એ ક્ષણ નો,
જ્યારે ન હતો હું ગુલામ કોઈનો,
સમય વીતતો ગયો અને હું ભૂલ તો ગયો,
ખુદને સંસાર ની આ પળોજણ માં,
એક સમય હતો જ્યારે સમય મારો હતો,
અને આજે હું સમય ને આધીન બનતો ગયો.
-N¡k¡t@