*મારી જીવન ગાડી ચાલે હરી ને નામ*
*__________________________*
મારી જીવન ગાડી ચાલી, પ્રભુ હરી ને નામ,
સુખ દુ:ખના બે પૈડા વચ્ચે, મારૂ જીવન નામ.
શ્વાસ ઉચ્શ્વાસ વચ્ચે લખુ છુ હુ પ્રભુ તારૂ જ એક નામ,
હરેક ઘડકનમાં મારા વસે છે, પ્રભુ તારૂ જ તીરથ ધામ.
જ્યા જ્યા જોઉ છું તને , ત્યાં ત્યાં કરૂ તારૂ જ ધ્યાન,
કાનથી સાંભળું તને અને ફોરમમાં સુંઘુ તારૂ જ નામ.
માટીનું આ ખોળીયુ મારૂ, અને તે આપી છે આતમ પાંખ ,
ઉડી શકો તો ઉડી લેજો, પ્રભુ -હરી ને નામ.
*- જયવંત બગડીયા / કવિરાજ*