આજે નાના સ્વીટ ચૂટકુલા
'અહો ,તું તો મોટો થઇ ગયો ને'
'છૂટકો જ નોતો, મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નોતો...'
😡😡????
'કેમ ડિવોર્સ લીધા?'
'પત્ની ની યાદ શક્તિ જતી રહેલી...'
"આટલી મોટી મૂર્ખામી ,તારો ફાયદો ય ન જોયો? '
😄😄😄
'ઓ રાજા ,મજામા?'
'તું મળ્યા પહેલા હતો'
😄😄😄😄
એક બોર્ડ વાંચ્યું : .... મેલ સ્પા: પુરુષોનુ તૈયાર થવાનું સ્થળ
અંદર ગયો તો દારૂ ની બોટલ, ગ્લાસ, અને બાઈટિંગ મૂકેલા હતા...
😄😄😄😄
'અલા ,મેં સાંભળયું કે પેલો નાસ્તિક માંથી આસ્તિક થઇ ગયો?'
'હા ,એના લગન થઇ ગયા...'
😄😄😄😄😄
'કેમ છો?'
'ત્રણ દુ છો, ચાર ને બે છો'
😄😄😄
'બેબી, જરા રિમોટ લાવ તો'
'પપ્પા, મમ્મી બોલાવે છે...'
😄😄😄😄😄😄😄
'ઓય,કેમ ફૉન ના કર્યો?'
'બીજી (સાથે) હતો...'
😍😍😍
' ડબ્બા ટ્રેડિંગ માં શું કમાયો?'
' આ ડબ્બો, (જાડી પત્ની તરફ હાથ કરીને), શેર બ્રોકર ને ત્યાં નોકરી કરતી હતી'
😄😄😄😄😄
' શીરો ખાધો'
ખાધો નઈ,પીધો'
'?'
' જો સમજાવું,પહેલા લોટ શેક્યો, શેકેલા લોટ ની સુગંધ આવી તો દૂધ નાખ્યું, દુધ વધારે પડી ગયુ તો પાછો લોટ નાખ્યો, પાછું દુધ નાંખ્યું, લોટ, દુધ, લોટ, દુધ
સરવાળે શીરો પિધો'
😄😄😄😄😄😄
.
.
.
.
..
. જતીન ભટ્ટ (નિજ)
Mob.94268 61995
yashhealthservices@yahoo.com