શું ક્યારેય વરસાદ ને થઈ હસે ગડમથલ?
ક્યાં વરસી ને ભીંજવું,ને ક્યાં તરસાવું....
સૂરજ ને પણ ગડમથલ નહિ જ રહી હોય..
કોની પાસે ઉજાસ પથરું ને કોને અંધારે રાખું.
શું હવા ને પણ ગડમથલ થતી હશે?
કે ક્યાં મસ્ત બની લહેરવું ને ક્યાં વંટોળ લાવું..
ઈશ્વર પણ કેટલો સહજ રહ્યો હસે દુનિયા ના સર્જન વખતે...
પણ,માણસ રહે હંમેશા ગડમથલ માં...
શું સાચું? શું ખોટું?
શું કરું? શું ના કરું?
કેમ કરું?કોને કહું?
કેમ જીવું?કેવું જીવું?
છેવટે કેમ મરું....?
નિત્ય સહજ બનતા શું શીખી શકશે..
કે જીવન જ બની જશે બસ ગડમથલ ....
-Tru...