Gujarati Quote in Motivational by શિતલ માલાણી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છીછરાપણું વ્યક્તિત્વમાં ટકવા દેશો તો હેરાન થશો
ખોટા સમયે લાગણીઓ છલકાવી દેશો તો વેરાન થશો

તાડ જેવા વૃક્ષની ઊંચાઈ નીચે તું છાંયડો શીદને શોધે?
ઘેઘુર વડલાને કાપી નાંખશો કુહાડાથી, તો પરેશાન થશો

દરિયાને તું ખારો છે કહેવાની હિંમત કદી નવ કરજો
સૂકાશે ખારાશ તો મીઠાશની બિમારીના મહેમાન થશો

સંબંધોમાં પણ સરળ બનવું પડશે સમજતા શીખો
નહીંતર, ઉજ્જડ રણમાં એરંડાની જેમ પ્રધાન થશો

હાથ પકડે એના ઉપકારને સાવ સામાન્ય ન ગણશો
માનવતા મરી પરવારે મનની, તો નક્કી તમે હેવાન થશો

શિતલ માલાણી "સહજ"
જામનગર

-શિતલ માલાણી

Gujarati Motivational by શિતલ માલાણી : 111766861
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now