Gujarati Quote in Blog by Rabari Jigna. R

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓય બેસ્ટી સાંભળને
તારા સાથે વિતાવેલી પળ
બહુ યાદ આવે છે !

આપણું એકબીજાને મળવાની રાહ જોવી
અને મોક્કો મલ્યે તરત મળવું
બહુ યાદ આવે છે !

મારું એ તને પાગલ કહેવું અને
પછી તારું એ સામે જોઈને
હસી પડવું
બહુ યાદ આવે છે !

એકબીજા પાસેથી પાર્ટી માંગવાનું
શોધતું એ નાનું નાનું કારણ
બહુ યાદ આવે છે !

આપણી એ સાથે નાસ્તો કરવાની મજા
અને એ એક જ બિસ્કિટ ના બે ટુકડા
બહુ યાદ આવે છે !

આપણું બહાનું બનાવીને ફરવા જવુ
ત્યાં મોજ મસ્તીને હળવું હસવું
વાતે વાતે તાળી પાડીને અપાતો તાલ
બહુ યાદ આવે છે !

આપણી એ એકબીજાને દિલ ખોલીને
કહેવાતી વ્યથા
એકબીજાના ખંભે માથું ટેકવી રડવાનો મળતો એ હક્ક
બહુ યાદ આવે છે !

જયારે પાકીટ ખાલી હોય ત્યારે
બન્નેના સિક્કાનું સંગઠન કરીને
પછી એ ચિલ્લર આપીને થાતો નાસ્તો
બહુ યાદ આવે છે !

તારી એ વાતે વાતે ગિફ્ટ આપવાની
આદત અને
આપણું એ એકબીજા માટે ખર્ચાઈ જવુ
લૂંટાઈ જવુ એવી લાગણી
બહુ યાદ આવે છે !

આપણો એ ફોટા પાડવાનો વ્હાલો શોખ
ઘડી ઘડી લેવાતી એ સેલ્ફીઓ
અને નાસ્તાના ફોટા પાડીને
સ્ટેટ્સ લગાવી ઘણાને ખટકવાની મજા
બહુ યાદ આવે છે !

special for my besty sapna
I miss you yar

Gujarati Blog by Rabari Jigna. R : 111766640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now