ભૂલ થઈ છે મારાથી તો હું સુધારી દઈશ
તમે મને ખોટી પુરવાર કરવા કોશિશ ન કરો...
તમે જો ઈચ્છો તો ક્ષમા ચાહિ લઈશ
પણ મારી સાથે અભદ્ર વ્યવહાર ન કરો આવો
સભ્ય સમાજમાં રહીને અસભ્ય વર્તન ન કરો...
હું સમજમાં નથી આવતી
તો મને સમજવા માટે પ્રયત્ન કરો
પણ મને પછાડવા કોશિશ ન કરો
કારણકે પડી ને પણ લડી શકવાની ક્ષમતા રાખું છું...
હું નિખાલસ છું..
તો મારી સાથે છળ-કપટ ન કરો..
મને મુર્ખ ના સમજો
હું જતું કરું છું તો સંબંધો જાળવવા માટે થઈને પ્રયત્ન કરું છું
માટે તમે તમારી હદ ન ભૂલો નહીં તો હું પણ
મારી હદો ને ઓળંગી જઈશ....
તો મારી હદોને ઓળંગવા અસમર્થ રહેશો..
જય શ્રી કૃષ્ણ 🙏
07:05 PM
27/11/21
-Bindu _Anurag