આજનો શબ્દ *ઈચ્છા*
નિત્ય સૂર્યોદયથી ઈચ્છાઓ જાગે છે. તો ક્યાંક ધરા પર અંકુરિત થતાં બીજ જેવી ઈચ્છાઓ ઉગતી જાય છે.કયારેક શાખા એ શાખા એ પર્ણ બની ઈચ્છાઓ લહેરાય છે. તો કદી પુષ્પો બની ઈચ્છાઓ પોતાની સુવાસ ફેલાવે છે. ઈચ્છા પ્રાપ્તિ ના ફળ ક્યારેક મીઠાં તો ક્યારેક કડવા ખાટાં હોય છે. ખૂટતી નથી ઈચ્છાઓ આ જગતમાં, સ્વાસ ખૂટી જાય છે. અંતિમ ઈચ્છા એ પણ અનેક ઈચ્છાઓ ને લઈ જીવ ઈચ્છાઓ થી મુક્ત થતો નથી. આમ રોજ ની જેમ ઈચ્છાઓ નો સૂર્યાસ્ત થઈ જાય છે. અને નિંદરમાં સ્વપ્ન બની, ઈચ્છાઓ પૂરી કરવા રાત પુરી થતી નથી.
કહે નર આ ઈચ્છાઓ તો છે જે મને તમારો સાથ છોડવા દેતી નથી.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલ મુન્દ્રા