આશા
પળ વીતી જશે દરેક હુંફાળી યાદ ને સહારે
આવશે આંગણે અવસર તારા આગમનથી
હદય થતું'તું પાંગળુ તારા જવા ના કારણે
પણ આશ આપતી સધિયારો થશે તું સફળ
વળગ્યો તું તારા ધ્યેય ને બન્યો તું સરતાજ
કર્યું મહેનત નું આચમન ઉઘડે પગદંડી તારી
છે મનનો માલિક તું એટલે જ ફતેહ તારી છે
-Shree...Ripal Vyas