બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ
નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર મને દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ
મારવા પડે છે મિત્રો ના દ્વારે હવે *ટકોરા*
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ* નુ
ત્યાંર ની એ *દફ્તર*ને એ મારી *પેન ને પાટીયું* ખોવાયુ
ધણા દોસ્તો છે *ફેસબુક* અને *વોટસએપ* મા
પણ
*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ.