Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વગર વિચાર્યે જ લોકો અહીં ધારણાઓ બાંધી લે છે
નથી જાણતા કશુંએ તેમ છતાં જાણે કેટલું જાણી લે છે
ન જાણવા છતાં કોણ જાણે કેટલુંય પાછળથી કહી દે છે
ન જાણે કેટલુંય ન જાણ્યું બકી દે છે

શું જાણે આ ધારણા કરવાવાળા કે વાસ્તવિક જીવન
જીવનાર ની મનોદશા શું હશે ?
બની શકે કે બહારથી એ શાંત દેખાય છે Bindu Anurag
પણ એની અંદર એટલું જ તુફાન હશે
અથવા તો બની શકે એવું કે બહારથી દેખાય છે મજબૂત
પણ અંદરથી એ એટલો જ તૂટેલો હશે

વગર વિચાર્યે જ લોકો અહીં ધારણાઓ બાંધી લે છે
એક સત્યને છુપાવવા માટે ન જાણે કેટલાય અસત્યો બોલી દે છે
સાચું નહીં પણ સારું સમાજને દેખાડવા માટે જીવન જીવી લે છે
ન જાણે કેટલાય જુઠ્ઠાણાંવો થી એક સત્ય છુપાવી દે છે...
જય શ્રી કૃષ્ણ 🙏

05:32 AM
23/11/21

-Bindu _Anurag

Gujarati Blog by Bindu : 111765547
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now