આજે સપનાઓમાં ફરી આવી,
મારી નિદ્રાઓને જગાવી...
મારી લાગણીઓને બહેકાવી,
આજ ફરી ગમગીન બનાવી...
શબ્દોની ગાંઠ બનાવી,
ચહેરાના સ્મિતને ગહેરાઈથી છુપાવી...
ક્યાંક હૃદયના તાર જણજણાવી,
ધડકનને આઝાદ કરાવી...
મુજમાં ફરી એક પુષ્પ ઓસરાવી,
ઇશ્ક રંગ ની સુવાસ ઓઝાવી...
-Parth Dalvdi