તેં તો મારા બધા ગુના માફ કરી દીધા લે બોલ !
જોયાં સુકૃત જે મેં જીવનભર તો કીધાં લે બોલ!
વિષઘૂટ તો જગતનાં કૈંક ગળે મેં ઊતારી દીધા.
તારા અંકે તારી રહેમે અમરત મેં પીધાં લે બોલ !
નજરઅંદાજ કરી તેં હતી જે ભૂલો આયખાંની,
અપનાવી મુજને તારા શરણમાં લીધાં લે બોલ!
કેવળ પ્રેમસામ્રાજ્યને મેં તારા સામીપ્યે જોયુંને,
સુખી જોયા ઘણા જે હતાસાવસીધા લે બોલ!
વારી જાઉં શ્રીહરિ ઔદાર્ય અદભુત છે કેટલું !
તારી કરુણા ભાળીને તુજ પર ફીદા લે બોલ !
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.