એક નાનકડો દીવો
જેમ એક નાનકડો દીવો, દૂર કરે ઘરનું અંધિયારું
તેમ આં દીપક દૂર કરે મારા દિલનું ઘનઘોર અંધારું
ફેલાય પ્રકાશ આછો, ધીમો ધીમો, ઝીલમિલ ઝીલમિલ
દૂર થાય ધીરેથી અજ્ઞાન નો અંધકાર તિલ તિલ
અંતર મનમાં તારા પ્રગટાવ ઝળહળતો દીવો એક
જે કરે અજવાળું ચોતરફ, ઝળહળી ઉઠે દિલો અનેક.
Armin Dutia Motashaw