જિંદગી મારી હવે દૂર જઈ રહી છે,
લાગણીઓ ચકનાચૂર થઈ રહી છે.
અંધાપો આપી ગઈ મને જીવનનો,
બીજાની આંખનું નૂર થઈ રહી છે.
ચોટ મને લાગતી દર્દ તેને થતું હતું,
તે નિર્દોષ લાગણી ક્રૂર થઈ રહી છે.
આપવા વસંત તેને, બધું હોમી દીધું,
પાનખરની અસર ભરપૂર થઈ રહી છે.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas