" માઈક્રોફિક્શન "
........................
👉 ફેરફાર 👈
YyyyyyyyyyY
કેતકીના જન્મ દિવસે કેક લઈને આવેલા કેયુરને જોઈ કેતકીનો હર્ષ સમાતો ન હતો. બેનપણીઓની હાજરીમાં કેક કાપી બર્થ ડે ઉજવ્યો. બધાએ ગીતો ગાઈ તાળીઓ પાડી અને અભિનંદનની વર્ષા કરી. પણ, ત્યાં બે બેનપણીઓને કાનાફૂસી કરતાં જોઈ, કેતકી બોલી શું થયું ? કંઈ નહિ ને રીટાએ મીતાને મરક મરક સ્વરે કહ્યું, આ તો એ જ છે કે જે કોલેજના સમયે " છાપે ચઢ્યો'તો " !
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી