પેરો મેં ઉઠી માડુ પહેલા હાથ મેં, ત્રિદેવ અને સરસ્વતી ને લક્ષ્મી કે નેરયો તે.
અજ ઉઠી માડુ પહેલા હથ મેં ફોન ખણી ફેસબુક વોટ્સએપ નેરીયે તા.
પ્રભાતે પ્રભુ જી આરતી મેં જોકો નોબત નગારા ઘંટ ને ઝાલર વગા તે.
અજ જે જુવાનીયા કે ખબર નતી વે, કે આરતીજો પ્રભાત ટાણું કેર થીયે તો.
ગાયે જા ધણ વથાણ મેં ભભરધા વા ને, પિધેલા પાલર પાણી ભરણા તરા તે.
હાને રોડ ને શેરીયે રખડે ઢોર, ને ઘરે ઘરે પાણી બોટલે પિવાજે તો.
નર ચે સમય હી મડે કેડા ખેલ કરાય તો, કેકે જુનવાણી ખાસી લગ, ને કેકે લગે હેરજો વખત .
નારાણજી જાડેજા
નર