Gujarati Quote in Whatsapp-Status by SUNIL ANJARIA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળમંદિર અને મોન્ટેસરી સિસ્ટીમ
શ્રી. ગિજુભાઈ બધેકા વિશે ગઈ કાલે ઘણી પોસ્ટ બાલદિન નિમિત્તે જોઈ. હું શરૂઆતની એ પેઢીનો હતો જેણે નિશાળમાં પાટીમાં એકડો ઘૂંટતા પહેલાં 'બાલમંદિર' જોયું.
કહે છે એ પહેલાં પંડ્યાજીઓ ની પ્રાથમિક શાળાઓ હતી. ગુરુકુળો તો ઘણા વખતથી બંધ થઈ ગયેલાં.
અમારી જેવા 57 થી 60-62 માં જન્મેલાઓ સદભાગી હતા કે 'બાળમંદિર' જેવા તે વખતે નવા કોન્સેપ્ટ માં ભણ્યા. અમારી અગાઉ પાંચ સાત વર્ષ પહેલાં જ એ મોન્ટેસરી પદ્ધતિ ને બાલમંદિર શરૂ થયેલાં. ગીત ગાવા, વસ્તુઓ બનાવવી, નાટકો ની જેમ નાની વાર્તાઓ ભજવવી, આવડે એ બોલવું ને બે કલાક પછી સેવ મમરા કે એવો નાસ્તો લાઈનમાં બેસી કરવાનો. કોઈ બાળક કે બાળકી જ પીરસે. અને ડિશો કે તમારે બેસવાનું આસન ઠેકાણે મુકવાનું. પાયાની કેળવણી એ મોન્ટેસરી સિસટીમમાં 4 થી 6 વર્ષની ઉંમરે મળતી.
એ વખત નાં ગીતો પણ કેવાં?
1 એકડો સાવ સળીકડો ને બગડો ડીલે તગડો..
2.એક બિલાડી જાડી..
3. બા પેલા બાગમાં દોડી દોડી જાઉં પેલા છોડવાને પાણી પાઉં
4. હું ઘોડાગાડી વાળો મારો ઘોડો ઘણો રૂપાળો
5. સાઇકલ મારી સરરર જાય..
અને એવાં ગીત નાચતાં કૂદતાં ગાતી અમારી પહેલી પેઢી.
મને બાલમંદિરની એ પ્રેમાળ શિક્ષિકાઓ 60 વર્ષ પછી પણ યાદ છે.
મંજીરા વગાડતાં શાંતાબેન કે આગલા છોકરાનું શર્ટ પકડી ટ્રેન ટ્રેન રમાડતાં જયંતીકા બહેન.
અરે, જે total recall of memory કહ્યું છે તેમ એક બહેન મને મૂંડી પકડી વહાલ કરતાં એમની સાડીમાંથી આવતી સુગંધ પણ આ ક્ષણે યાદ આવી તાજી થાય છે.
મૂળ વાત છે એ પ્રેમાળ શિક્ષકોની જે આજની મેડમો કરતાં સાવ જુદી હતી. એ કેળવણી જે તમને વગર સૈનિક બન્યે શિસ્ત શીખવતી જેમ કે લાઈનમાં ઉભવું, ગાળો ન બોલાવી, ઉઠીને ચાદર સંકેલવી, મોટાને માન આપી કેમ બોલાવવું , જમેલું છાંડવું નહીં વ. ખૂબ સારી ટેવો વિચારતાં શીખવા સાથે જ પડી આ બાલમંદિર પ્રથા થી.
એ લાકડાની રીંગો ના પીરામિડ અને મણકા ઘોડી, એ લાખના સોગઠા ગોઠવી ચિત્ર બનાવવું અને બહેન એટલે કે શિક્ષક વાર્તા કહે એ સાંભળીને ફરીથી ઉભા થઈ બધા વચ્ચે કહેવી- આ બધો મોન્ટેસરી શિક્ષણનો ભાગ હતો. ધો.1 માં બેસતા પહેલાં બે વર્ષ.
ઇસપની બોધકથાઓ અને પંચતંત્ર ઉપરાંત લોકલ 'અધડા કુકડાની વાર્તા' જેમાં હવા બતાવવા કૂકડો એક પગે કેમ ઉભે છે કે ગામ વળોટતા વાણિયાને ભેટતા ડાકુ, કોઈને મદદ કરવા 'મેરે દિલમે રામ કા નામ' જેવી વાર્તાઓ ગિજુભાઈએ રચેલી. એની નાની એવી બુક્સ પણ હતી. છેલ્લી મારા કઝીન પાસે 40 વર્ષ અગાઉ જોયેલી આજે એ બુક્સ દેખાતી નથી.
ગિજુભાઈએ મોન્ટેસરી પ્રથાથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરી એ બદલ એમને શત શત વંદન.

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111764166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now