*આત્મસંતોષ*
જીતના મિત્રો કોઈને કોઈ સારુ કામ કરતા હતા, કોઈ અનાથાશ્રમમાં, તો કોઈ નારી સંરક્ષણ સંસ્થામાં દાન કરતા હતા, અને પાછા એની વાતો પણ કર્યા કરતા હતા,
પણ જીતે આવું કોઈ કાર્ય કર્યું ન હતુ, એટલે એનું મન પણ સોરાયા કરતુ હતુ,..
આજે એના છોકરાનો પાંચમો જન્મદિવસ હતો, એટલે જીતે એના છોકરાને પંદર હજાર રૂપિયાવાળી ગાડી લઇ આપી હતી,
એ સાંજે એ, એની પત્ની અને એનો પાંચ વરસ નો બાબો ફરવા ગયા, બાબો ગાડી માં બેસી પોતે ચલાવી રહયો હતો, અને પુષ્કળ એન્જોય કરતો હતો, એટલામાં જીત ની નજર પાસે આવેલી ફુગ્ગા વાળી પર ગઇ, ફુગ્ગા વાળી સાથે એનો અત્યંત મેલોઘેલો છોકરો હતો, એ છોકરાની તરસી નજર ગાડી પર હતી,
અચાનક જીત ના મગજમાં ચમકારો થયો, એણે પેલા મેલાઘેલા છોકરાને ઊંચકી લીધો, અને પોતાના છોકરાને ગાડીમાંથી પટાવીને ઉતારી દીધો અને એમાં બેસાડી દીધો, પેલો મેલોઘેલો છોકરો અત્યંત ખુશ થઇને આનંદ ની કિલ્યારી પાડવા માંડ્યો,
આ જોઇ જીત ને ખુબ જ આનંદ થયો, આત્મસંતોષ ની લાગણી અનુભવી રહયો, આજે એણે નકકી કર્યું કે એ અનાથાશ્રમમાં દાન નઈ કરે પણ આવા અને બીજા બધા રમકડાં નું દાન કરશે,
આજે જીત પણ પોતાની જાતને પોતાના મિત્રો ની સમકક્ષ મૂકી રહયો...
(સત્યઘટના)
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
Mob:94268 61995