માણસને જરા ખોતરો તો ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે.
જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કોઈ અડીયલ પણ મજાનો નીકળે,
એવું નથી કે હેવાનીયત હેવાનો જ કરે,
સજ્જનમાંથી પણ શેતાનો નીકળે.
કંઈ જ નક્કી નહિ માણસ કહેવાય,
બહારથી પોતાનો અંદરથી બીજાનો નીકળે.